સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ભુવા ગામમાં હનુમાનજી મંદિર ટીંબડીના ઢોરા વાળાબાપુની ગંભીર માંદગીના ખર્ચ માટે દાતાશ્રીઓ આગળ આવી રહ્યાં છે ત્યારે આજે ભુવા ગામમાં અલ્પેશ ભરતભાઈ દેવીપૂજક તથા મિલન મુન્નાભાઈ તાણેસા નામના બે નાના વિદ્યાર્થીઓ એ પોતાની બચતના રૂ.૫૦ ફાળામાં અર્પણ કર્યા હતાં.રકમ ભલે નાની હોય પણ બીજાને મદદરૂપ બનવાની ભાવના છે તે સમાજ માટે દિશાસૂચક છે.. આવી રીતે જ સમરસ સમાજનો ઢાંચો નિર્માણ થશે..


