જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડિયા તથા સ્ટાફના હે.કો. ગોવિંદભાઈ, ભદ્રેશભાઈ, મેહુલભાઈ, પરેશભાઈ, કરણભાઈ, જૈતાભાઇ, અજયભાઈ, રાહૂલસિંહ, દિપકભાઈ, સહિતના સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું….._
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડિયા તથા સ્ટાફના હે.કો. ગોવિંદભાઈ, ભદ્રેશભાઈ, મેહુલભાઈ, પરેશભાઈ, કરણભાઈ, જૈતાભાઇ, અજયભાઈ, રાહૂલસિંહ, દિપકભાઈ, સહિતના સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન મળેલ બાતમી આધારે ભેસાણ ચોકડી ખાતેથી હ્યુન્ડાઈ કંપનીની વર્ના કારમાંથી *આરોપીઓ (1) ફિરોઝ ઉર્ફે લાલો વસિમભાઈ હાલા જાતે ગામેતી ઉવ. 30 રહે. નવી ચોબારી ગામ, દરગાહ સામે, તા.જી. જૂનાગઢ તથા (2) રોહિત ઘનશ્યામભાઈ હાલાણી જાતે સિંધી ઉવ. 31 રહે. એ/402, શિલ્પ એપાર્ટમેન્ટ,પોલીસ હેડ ક્વાર્ટર પાસે, જૂનાગઢને નેફામાં તથા કારના ડેસ્ક બોર્ડમાંથી પિસ્તોલ નંગ 03 કિંમત રૂ. 1,05,000/- જીવતા કારતૂસ નંગ 28 કિંમત રૂ. 2,800/- મોબાઈલ ફોન નંગ 02 કિંમત રૂ. 10,000/- મળી, કુલ રૂ. 3,19,800/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધરપકડ કરી, બંને આરોપીઓ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનના પો.કો. ગોવિંદભાઈ ભોવાનભાઈ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે……_
_પકડાયેલ બને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આરોપી ફિરોઝ ઉર્ફે લાલો ખૂનના ગુનામાં જેલમાં હોઈ, આરોપી રોહિત ઉર્ફે પપ્પુ સિંધી મારામારીના ગુન્હામાં જેલમાં આવતા ઓળખાણ થયેલ અને બંનેને જૂનાગઢમાં અન્ય લોકો સાથે દુશ્મની હોઈ, સ્વબચાવ માટે સાથે હથિયાર લેવા ઇન્દોર એમપી સરદારજી પાસે ગયેલા અને હથિયાર લઈને પરત આવતા, પકડાઈ ગયેલાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલા બને આરોપીઓ પૈકી ફિરોઝ હાલા ભૂતકાળમાં ખૂન, મારામારી, હથિયાર રાખવાના ગુન્હામાં તેમજ આરોપી રોહિત ઉર્ફે પપ્પુ સિંધી પણ પ્રોહીબિશન, મારામારી, હથિયાર ધારા, વિગેરેના ગુંહાઓમાં પકડાયેલ રીઢા ગુનેગાર હોઈ, પકડાયેલ હથિયાર કોઈને વહેંચવા લાવેલાની અથવા કોઈ ગુન્હો આચરવાની ફિરાકમાં લાવેલાની શંકા આધારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે……_
_જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા ગુન્હેગારોને અંકુશમાં લેવા જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિન્ગ, વાહન ચેકીંગ, પેટ્રોલિંગ કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. જેના ભાગરૂપે તાલુકા પોલીસ દ્વારા ત્રણ દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 28 જેટલા કારતૂસ સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ દ્વારા ક્યાં હેતુથી હથિયારો ઘુસાડવામાં આવનાર હતા, અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે, વિગેરે મુદ્દાઓ સર આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવા માટે વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડિયાં તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
રીપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર
