કોલકત્તા
બંગાળના કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ પ્રથમવાર મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર કે કોઈ ખોટા કામનું સમર્થન કરતા નથી. તેમણે કહ્યું કે, એક નક્કી સમય મર્યાદાની અંદર સત્યના આધાર પર ર્નિણય આપવો જાેઈએ. તેમણે કહ્યું કે જાે દોષી સાબિત થાય તો તેમને ફર્ક પડતો નથી જાે આજીવન કારાવાસની સજા પણ મળે. એસએસસી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ મમતા બેનર્જીએ કહ્યું, ‘હું ભ્રષ્ટાચાર કે કોઈ ખોટા કામનું સમર્થન કરતી નથી. જાે કોઈ દોષી સાબિત થાય તો તેને દંડ આપવો જાેઈએ, પરંતુ મારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા દુર્ભાવનાપૂર્ણ અભિયાનની હું નિંદા કરુ છું. તેમણે કહ્યું કે સત્ય સામે આવવું જાેઈએ પરંતુ એક સમય મર્યાદાની અંદર.’ ભાજપ પર નિશાન સાધતા મમતાએ કહ્યું- જાે ભાજપને લાગે છે કે તે એજન્સીઓનો ઉપયોગ કરી મારી પાર્ટીને તોડી શકે તો તે ખોટું છે. મમતાએ કહ્યું- જાે કોઈ ખોટી ગતિવિધિઓમાં સામેલ રહ્યું છે તો અમારામાંથી કોઈ હસ્તક્ષેપ નહીં કરે ભલે તે ગમે તેવો કઠોર ર્નિણય કેમ ન લે. અમે તેનું સમર્થન કરીશું નહીં. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું, ‘હું ધમકીઓ સામે ઝુકવાની નથી. જાે કોઈએ ખોટું કામ કર્યું છે અને કાયદાના ર્નિણયથી દોષી સાહિત થાય છે તો તે તેના માટે ખુદ જવાબદાર હશે.’ તો અર્પિતા મુખર્જીને લઈને મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું- ન તો સરકાર અને ન પાર્ટીનો તે મહિલા સાથે કોઈ સંબંધ છે. મેં એક દુર્ગા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તે મહિલા ત્યાં હાજર હતી. મેં સાંભળ્યું છે કે તે પાર્થની ફ્રેન્ડ છે. શું હું ભગવાન છું તો મને ખ્યાલ હોય કે કોણ કોનું મિત્ર છે?
