અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રીંગરોડ પરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ શહેરના નારણપુરા જેવા પોઝ વિસ્તારમાં દારૂ પીતા અને વેચનાર લોકો ઝડપાયા. નારોલમાં દારૂની આખી ટ્રક પકડાઈ છે. બીજી તરફ સરખેજની એક લેબોરેટરીમાં ચાર જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમજ સ્થાનિક પોલીસ પાસે પણ આ અંગે વિગતો માંગવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં નોર્થ સ્ટાર લેબોરેટરીની અંદર કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. પોલીસે આ જગ્યાએ રેડ કરીને ચાર લોકોને ૧.૪૯ લાખના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે. એક દિવસ પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં દારૂની આખી ટ્રક પકડાઈ છે. જે ટ્રકની અંદર દારૂ સંતાડીને લાવવામાં આવતો હતો આ ટ્રક આવતી હોવાની જાણ થતા સ્થાનિક પોલીસે આ મુદ્દે રેડ કરી છે. હવે આ દારૂનો ટ્રક ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પલિયડ ચાર રસ્તા પાસે જ્યોત્સના ઉર્ફે ટીની ઘણા સમયથી દેશી દારૂનો ધંધો કરતી હતી. ત્યાં દારૂ પીને આવનાર લોકોને બેસવાની તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ બધી જાણ વિજિલન્સની ટીમને થતા ત્યાં રેડ કરીને નવ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો પણ ત્યાંથી મળી આવ્યો છે.
