ચાલુ ખરીફ સીઝનમાં જિલ્લાના મોટાભાગના ખેત વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ મગફળીના પાકમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ભાષામાં આ જીવાતને મુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધૈણની ઇયળો પહેલા પાકના તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મૂળને કાપીને પાકને નુકસાન કરે છે. તેનું નુકસાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે. આમ, મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જો ધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર ખેડૂતતોએ નિવારાત્મક પગલાં લેવા જોઈએ.

