Gujarat

મતદાર યાદી ઓબ્ઝર્વર ડી.કે.પારેખે  છોટાઉદેપુર ખાતે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું વધુમાં વધુ નવા મતદારો અને સ્ત્રી મતદારીની નોંધણી થાય એ માટે રાજકીય પક્ષોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી 

ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટર ડી.કે.પારેખ (આઇ.એ.એસ)ને છોટાઉદેપુર જિલ્લાના ઇલેકટોરોલ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમણે જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં અધિકારી અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવતી હતી. પરંતુ હવે તા. ૦૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવી રહી છે. આ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ દરમિયાન વધુમાં વધુ નવા મતદારો અને સ્ત્રી મતદારોની નોંધણી થાય એ માટે રાજકીય પક્ષોના સહયોગની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારને અવકાશ રહેતો ન હોઇ તા. ૧૧/૦૯/૨૦૨૨ સુધીમાં તેમાં જે કોઇ સુધારા-વધારા કરવા હોય એ કરાવી લેવામાં આવે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ફોર્મ્સ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં નવી નોંધણી કરવા માટે ફોર્મ નં. ૬, અવસાન કે સ્થળાંતરના કિસ્સામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નં. ૭, સુધારા કરવા માટે ફોર્મ નં. ૮ તથા એક જ મતવિસ્તારમાં સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. ૮(ક) તથા મતદાર યાદી સાથે આધારલિંક કરવા માટે ફોર્મ નં. ૬(ખ) ભરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે દરેક રાજકીય પક્ષ દ્વારા નિમવામાં આવતા ચૂંટણી એજન્ટો પણ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં સહયોગી બને એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે નવા મતદારોની નોંધણી અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, નવા મતદારો ઓનલાઇન નોંધણી કરાવે એ માટે તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે એ જરૂરી છે એમ જણાવી તેમણે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
વધુમાં તેમણે જિલ્લામાં જિલ્લામાં પ્રવર્તી રહેલા જેન્ડર રેશિયો, ઇ.પી. રેશિયો તેમજ ખાસ ઝૂંબેશ દરમિયાન હાલની પરિસ્થતિએ કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, અધિક નિવાસી કલેકટર ભગોરા, છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, જેતપુર વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર-૧ એ.જી.ગામીત, સંખેડા વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી, બોડેલી સુશ્રી. મૈત્રીદેવી સિસોદીયા, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચૂંટણી શાખાના અધિકારી/કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

04-09-2022_-Electoral-observer-meeting-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *