ખેડુતો ને તરબૂચ નો ભાવ મળતો નથી જેના કારણે તેઓની હાલત કફોડી બની
મહામુસીબતે પકવેલા તરબુચ નો ભાવ ના મળતા ખેડુતો પોતે જ પોતાના વાહનો લઈ
હાઇવે રોડ પર ટ્રેકટરો મા તરબુચ વેચી વળતર મેળવવાની કોસીસ
છોટાઉદેપુર જીલ્લા મા નદીમાં તેમજ ખેતરોમા તરબુચ નો મબલખ પાક નુ વાવેતર કરી ખેડુતો ખુબ સારુ વળતર મેળવતા હોય છે અને અહીના તરબુચ મોટા શહેરો સુધી લઇ જવાય છે આ વખતે તરબુચ નો ખુબ સારો અને મોટા પ્રમાણ મા પાક થયો છે પરંતુ ખેડુતો ને તેનો ભાવ ના મળતો નથી જેના કારણે તેઓની હાલત કફોડી બની છે
મોંઘુદાટ ખાતર બિયારણ અને મજુરી કરી મહામુસીબતે પકવેલા તરબુચ ને પોતે જ પોતાના વાહનો લઈ ઠેર ઠેર ટ્રેકટરો મા તરબુચ વેચી વળતર મેળવવાની કોસીસ છોટાઉદેપુર જીલ્લા ખેડુતો કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


