Gujarat

મહારાષ્ટ્રના એક ખૂનના ગુનામાં ફરાર આરોપીઓ બનાસકાંઠામાંથી જ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાની ગઢ પોલીસે મહારાષ્ટ્રમાંથી ખૂન કરીને આવેલા બે ઇસમોને બાકી હકીકતના આધારે બાદરપુરા ખોડલા ગામેથી ઝડપી પાડયા છે. બંને આરોપીની અટકાયત કરી ગઢ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને આરોપીને જાણ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના વાલિવ પોલીસ સ્ટેશનના ખૂનના ગંભીર ગુનાના બનાસકાંઠા ગઢ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રના વાલિવ પોલીસ સ્ટેશન ખૂનના ગુનામાં આરોપી વિશાલ દીપકભાઈ અને સંતોષ મગનભાઈ મકવાણાને તપાસમાં રહેવા બનાસકાંઠા પોલીસને યાદી આપવામાં આવી હતી. જાેકે, ગઢ પોલીસે ખાનગી રાહે તપાસ ચાલુ કરવામાં આવી હતી. તે દરમિયાન બાકી હકીકત આધારે મહારાષ્ટ્ર નાખના ગુનાના આરોપીઓ બાદરપુરા ખોડલા ગામે હોવાની હકીકત ગઢ પોલીસને મળતા ગઢ પોલીસ સ્ટાફ તાત્કાલિક બાદરપુરા ખોડલા પહોંચી બે ઈસમોની પૂછપરછ કરતાં તેઓ વાલિવ મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખૂનની કબૂલાત કરી હતી. ગઢ પોલીસે બંને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે બંને આરોપીનો કબ્જાે કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *