સુરત
મહારાષ્ટ્રના અલગ અલગ ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પડ્યો છે. ધુલિયા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના ત્રણ ચોરી-લૂંટના ગુનામાં વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી. જિલ્લા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફ ગફુર તેમજ દીપક ભાઈ અનિલભાઈને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી તથા લૂંટના ગુનામાં વોન્ટેડ કબીર સોનવણે નામનો આરોપી પોતાની પાસે એક પિસ્તોલ રાખી પલસાણાના જાેલવા તેમજ બગુમરા વિસ્તારમાં ફરી રહ્યો છે. કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારીમાં છે. જેને આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ બાતમીના વર્ણનવાળા વ્યક્તિ દેખાતા તેને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પોલીસને એક દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી ઝડપાયેલો આરોપી કબીર સોનવણે એક રીઢો આરોપી છે. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ચોરી તેમજ લૂંટના ગંભીર ગુનામાં વોન્ટેડ છે. આરોપી વિરુદ્ધ ચાલીશ્ગાંવ રોડ પોલીસ મથક, મોહાડી પોલીસ મથક તેમજ ધુલિયા તાલુકા પોલીસ મથકમાં ચોરી તેમજ લૂંટના ગુના નોંધાયેલા છે.
