Gujarat

મહિલા અને બાળ વિકાસ વિભાગ, છોટાઉદેપુર દ્વારા વિવિધ યોજના અંતર્ગત રૂા. ૫.૪૨ કરોડની સહાય ચૂકવવામાં આવી

 મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે. ગંગા સ્વરૂપા મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને પોતાનું જીવન સારી રીતે વ્યતિત કરી શકે તે માટે આધારસ્થંભ રૂપ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા લાભાર્થીને માસિક રૂ.૧૨૫૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ૧૦૯૨૫ લાભાર્થીઓને રૂ.૨૮,૦૭૭,૫૦૦/- ની સહાય તેમજ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અંતર્ગત ૧૦૪૪૬ લાભાર્થીઓને રૂ.૨૬,૨૦૮,૭૫૦/- ની સહાયની ચૂકવણી જાન્યુઆરી-૨૨ અને ફેબ્રુઆરી-૨૨ માસ દરમિયાન ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીના બેંકમાં જમા કરવામાં આવી.
આમ જાન્યુઆર-૨૨ અને ફેબ્રુઆરી-૨૨ માસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કુલ ૨૧૩૭૧ લાભાર્થીઓને યોજના અંતર્ગત રૂ.૫૪,૨૮૬,૨૫૦/- સહાયની ચૂકવણી કરવામાં આવી હોવાનું મહિલા અને બાળ વિકાસ અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *