Gujarat

મહુધા તાલુકાના ઉંદરા થી નંદગામ પાસે પસાર થતી સબમાઈનોર કેનાલ માં વનસ્પતિઓનું સામ્રાજ્ય.

નિસાર શેખ,મહુધા
ખેડા જિલ્લા ના મહુધા તાલુકાના  ઉંદરા થઈ નંદગામ પાસે પસાર થતી સબમાઈનોર કેનાલ ૧૯૮૮ માં બનેલી જે તંત્ર દ્વારા આજદિન સુધી રિપેરિંગ કે સફાઈ કામ કે કોઈ પણ જાત ની સ્થળ તપાસ પણ કરવામાં આવી નથી.
ખેડૂતો તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા ખાલી દિલાસો આપવામાં આવી રહ્યો છે.આ વિસ્તારમાં એક હજાર હેકટર જમીન આવેલી જે મુખ્યત્વે તમાકુ અને ડાંગર જેવા પાક ઉપર પોતાનું જીવન નિર્ભર છે.પરંતુ જો પાકને સમયસર પાણી મળી રહે તો ખેડૂતો આ જમીન માંથી યોગ્ય રીતે પોતાના પાકનું વળતર  મેળવી પોતાના પરિવારનું ભરપોષણ કરી શકે છે.
આસપાસ ના ખેડૂતો ના જણાવ્યા અનુસાર  વહેલી તકે કેનાલ નું રીનોવેશન થાય અને સાફ સફાઈ કરવાં માં આવે તો પાણી સમયસર પાક ને મળી રહે તેવી લાગણી અને માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *