નિસાર શેખ,મહુધા
મીનાવાડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ (8) આંઠ નો વિદાય સમારંભ યોજાયો હતો અને સાથે સાથે વાર્ષિક ઈનામ વિતરણ કરી ધોરણવાર શ્રેષ્ઠ તારલાઓનું સન્માન તથા કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રાથમિક શાળાનાં આચાર્ય દ્વારા શિક્ષકો ને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાનાં બાળકોને દૂધપાક , પૂરી , શાકનું સંતુષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું
આ પ્રસંગે મીનાવાડા ગામનાં માજી સરપંચ અને મહુધા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામંતસિંહ સોઢા , SMC પ્રમુખ રંજનબેન તેમજ ગામનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં


