નિસાર શેખ,મહુધા
કળીયુગમાં માં ની મમતા મરી પરવારી હોય તેવો કિસ્સો મહુધા શહેર માં જોવા મળ્યો છે મહુધાના ફિણાવ ભાગોળ વિસ્તારમાં શનિવારે સવારે ૧૧ વાગ્યા પહેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકી મૃત હાલતમાં મળી આવી છે. આ બાળકીને કપડામાં લપેટીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ હતી. જેમાં કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલી મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં. આ તાજી જન્મેલી મૃત બાળકીને કોણે ત્યજી દીધી તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત બાળકીનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Attachments area


