Gujarat

મહુધા માં હઝરત ગોધરશાહ વલી બાવા સાહેબ નો ઉર્સ ઉજવાયો.

નિસાર શેખ,મહુધા
મહુધા ખાતે હઝરત ગોધરશાહ વલી ઉર્ફે જાહેરાપીર બાવા સાહેબ નાં ઉર્ષ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરાઈ.
ઉર્સ માં મુસ્લિમ સમાજ અને અકિતમંદો દ્વારા મજાર પર સંદલ શરીફ , ગલેફ તેમજ ફુલની ચાદર પેશ કરાઈ હતી .ત્યારબાદ નિયાઝનું  આયોજન કરવામાં આવ્યું હતું.
આ શુભ અવસરે પરવાના પાર્ટી,નાશિક પાર્ટી દ્વારા ચાદર સાથે અકિતમંદો અને મુરીદો  ડી.જે અને ઢોલ નગારાં સાથે હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં મહુધા નગરમાં નીકળેલ ઝુલુસ માં જોડાયા હતા.
 સમગ્ર ઉર્સ નું  આયોજન દરગાહ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ ખીજરખાન પઠાણ (એડવોકેટ) , મોહસીન ભાઈ ટેલર , મુનાવરભાઈ , યાસીન ખાન પઠાણ (એડવોકેટ) , H.Y.C ગ્રુપ તથા તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220908-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *