સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
મહુવા શહેરમાં બાપા સિતારામ મોબાઇલ શોપ ધરાવતા કિરીટભાઈ મહેતાએ પોતાના લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે સાવરકુંડલા માનવમંદિર ખાતે પધારી માનવમંદિરનાં સંતશ્રી પ. પૂ. ભક્તિરામબાપુનાં આશીર્વાદ લીધા અને આ નિમિત્તે દંપતિએ માનવમંદિરના હરિના બાળકોને સાંજનું ભોજન કરાવ્યું.. પૂ. ભક્તિરામ બાપુએ દંપતિને સુખી લગ્નજીવનનાં આશીર્વાદ આપ્યા.
——————————————————————–
મહુવા શહેરમા બાપા સિતારામ મોબાઇલ શોપ ધરાવતા શ્રી કિરીટભાઈ મહેતા પોતાના લગ્ન વર્ષગાંઠ નિમીતે સાવરકુંડલા માનવમંદિર ખાતે પધારી પ. પૂ. ભક્તિરામબાપુના આશીર્વાદ લઈ આજે સાંજનાં ભોજનના દાતાશ્રી બની સેવાકાર્યમાં આહુતિ આપી સમાજને પ્રેરણાદાયી કાર્ય કરેલ. સંતશ્રી ભક્તિરામબાપુએ કિરીટભાઈ મહેતા અને તેમના ધર્મપત્નીને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ આપેલ. આ તકે નૈમિષભાઈ તેરૈયા,રમેશભાઈ તેરૈયા,જીજ્ઞેશભાઈ ભરાડ,મોહિતકુમાર દવે અને બળવંતભાઈ મહેતા ઉપસ્થિત હતા.


