Gujarat

મહુવામાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ૧નું મોત

મહુવા
દેશ સહિત ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક અકસ્માત ના કેસ જાેવા મળે છે એટલું જ નહીં અકસ્માતનો આંકડો રોકેટગતિએ વધી રહ્યો છે અને તેમાં મૃત્યુ પામનારનો આંક પણ વધી રહ્યો છે ત્યારે મહુવાથી વિકરાળ રોડ વચ્ચે બાઈક અને બોલેરા પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ૨૦ વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું. મહુવાથી જતા રોડ ઉપર બોલેરો કાર ઝડપથી આવી રહી હતી. ત્યારે બાઈક સવાર વચ્ચે આડો પડતા ડ્રાઇવર પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી ચૂક્યો હતો. તેના પરિણામે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની અંદર એક ૨૦ વર્ષની ગઢડાની છોકરીનો મૃત્યુ થવા પામ્યો હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ એકસીડન્ટની ઘટનાની જાણ થતાં આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરો દ્વારા દોડી અને બહાર કાઢી અને હોસ્પિટલે રવાના કર્યા હતા.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *