Gujarat

મહેમદાવાદના ખાત્રજમાં માત્ર ધો. ૯ ભણેલ બોગસ ડોક્ટર ઝડપાયો

નડિયાદ
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે ખાત્રજ ચોકડીથી માકવા રોડ તરફ આવેલા બે માળના કોમ્પ્લેક્ષમાં બુધાભાઈ રાવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭, રહે. ખાત્રજ રણછોડપુરા ખેતર સરકારી બોર્ડની બાજુમાં, મહેમદાવાદ)એ આ કોમ્પલેક્ષમા દુકાન ભાડે રાખી બોગસ તબીબનો વેપલો કરી રહ્યો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. આથી એસઓજી પોલીસે સિહુજ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર જયદીપ રાઠોડને સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ દવાખાનામા દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન બોગસ તબીબ બુધાભાઈ રાવજીભાઈ ચૌહાણ દર્દીની સારવાર કરતા રંગે હાથે પકડાઈ ગયા હતા. પોલીસે બુધાભાઈ પાસે તબીબી પ્રેક્ટિસ માટેની વધુ પૂછપરછમાં બુધાભાઈએ ફક્ત ધોરણ ૯ સુધીનો અભ્યાસ કરેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનનો અને મેડિકલ સાધન સામગ્રી મળી કુલ રૂપિયા ૭ હજાર ૭૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ તબિબ બુધાભાઇ ચૌહાણ સામે ગુજરાત મેડિકલ રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ ૧૯૬૩ની કલમ ૩૦ તથા ઇપીકો કલમ ૩૩૬ મુજબ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા તબિબો જ ફક્ત નજીવા દરે સારવાર કરી અમને ઊભા કરી દે છે જ્યારે શહેરની મોટી મોટી મલ્ટી સ્પેશાલિસ્ટ હોસ્પિટલોમાં નાણાં પડાવવા ધંધા ચાલી રહ્યા છે. આ નાણાં પાડવાના કિમીયા પર પણ પોલીસ તરાપ મારે તેવી માગ ઉઠી છે. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અમને મેડીકલ લાભ મળે છે પરંતુ ન જાેઈતી હેરાનગતિ પણ કરી રહ્યા હોવાનો રોષ ઠાલવ્યો છે. આમ પોલીસ તંત્ર અને આરોગ્ય ખાતુ બન્ને બાજુ કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.ખેડા જિલ્લામાં પ્રેક્ટિસ વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવુ જાેવા મળી રહ્યું છે. ત્યારે મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામેથી ડીગ્રી વગરના ગેરકાયદેસર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટરને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે. માત્ર ધોરણ ૯ પાસ અભ્યાસ કરેલા બોગસ તબીબ છેલ્લા કેટલાય સમયથી અહીંયા આ વેપલો કરતો હતો. પોલીસે પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને સાથે રાખી છાપો મારતા બોગસ તબીબની કરતૂતો ખુલ્લી થઈ છે. પોલીસે જુદી-જુદી કંપનીની એલોપેથી દવા, ઇન્જેક્શન તથા મેડિકલ સાધન સામગ્રી મળી કુલ રૂપિયા ૭ હજાર ૭૪૪નો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *