મહેસાણા
મહેસાણા આરટીઓના અધિકારી જે.કે પટેલના જણાવ્યા પ્રમાણે આરટીઓના વાહન ૪ના સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામી સર્જાયાનું ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નર કચેરીએ જણાવ્યું છે. તેમજ હાલ પૂરતું નવા ચોઇસના નંબર ફાળવવાની પ્રક્રિયા પર રોક લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી આ પ્રકારની સમસ્યા ઉદભવતા ફેન્સી નંબર માટે એપ્લાય થનારા સેંકડો વાહન માલિકોને પસંદગીના નંબરોના બદલે બીજા નંબર ઈશ્યુ થઈ ગયાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઇ એનઆઇસીને વાહન ૪ના સોફ્ટવેરમાં સર્જાયેલી ખામી શોધી તેને તાકીદ દૂર કરવા જાણ કરાઈ છે. તેમજ ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરી દેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.રાજ્યભરમાં આરટીઓ કચેરીમાં વાહન ૪ના સોફ્ટવેરમાં ખામીથી ચોઇસના નંબરનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવાયું છે. બેથી ત્રણ દિવસથી ટેક્નિકલ સમસ્યાને કારણે પસંદગીના નંબરો માટે એપ્લાય થનારને બીજા નંબર ઈશ્યુ થઈ જતા હોવાથી સમસ્યા ઉભી થઇ છે. જાે કે હાલ પૂરતું ચોઇસના નંબરની ફાળવણીની પ્રક્રિયા બંધ કરી એનઆઈસીની ટેક્નિકલ ટીમને જાણ કરી દેવામાં આવી છે.


