Gujarat

મહેસાણા જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે

મહેસાણા
મહેસાણા શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પછી કોરોના સંક્રમિતોનું પ્રમાણ દિવસે દિવસે ચિંતાજનકહદે વધી રહ્યું છે. બુધવારે શહેરોમાં ૧૫૩ અને ગામડામાં ૧૦૫ મળી જિલ્લામાં નવા ૨૫૮ કેસ આવતાં એક્ટિવ કેસનો આંકડો એક હજારને પાર ૧૦૮૬એ પહોંચી ગયો છે. મહેસાણા તાલુકામાં ૭૬, વિસનગરમાં ૫૧, વિજાપુરમાં ૪૫, કડીમાં ૪૨, બહુચરાજીમાં ૨૭, વડનગરમાં ૭, ઊંઝામાં ૬, જાેટાણા તાલુકામાં ૩, સતલાસણા તાલુકામાં ૧ કેસ નોંધાયો છે. જિલ્લામાં ૧૮૧૮ સેમ્પલમાંથી ૧૬૨૪નું રિઝલ્ટ નેગેટિવ, જ્યારે ૧૯૪નું પોઝિટિવ આવ્યું હતું. ૮૦૩ રેપિડ એન્ટિજન ટેસ્ટમાંથી ૨૩ પોઝિટિવ અને અન્ય લેબમાં ૪૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બુધવારે આરોગ્ય તંત્રએ વધુ ૫૦૨૦ સેમ્પલ મેળવી લેબ પરીક્ષણમાં મોકલ્યા હતા. જિલ્લામાં કુલ ૮૨૩૬ સેમ્પલનું પરિણામ આવવાનું હજુ બાકી છે. છેલ્લા ૫ દિવસમાં જિલ્લાના ૧૦ તાલુકામાં નોંધાયેલા કુલ ૮૬૭ કેસ પૈકી મહેસાણા તાલુકામાં જ ૩૩૫ દર્દીઓ છે, જે જિલ્લાના કુલ કેસના ૩૮ ટકાથી વધુ છે. એમાંયે છેલ્લા ૫ દિવસમાં મહેસાણા શહેરમાં સૌથી વધુ ૨૧૧ કેસ એટલે કે ૬૨ ટકા, જ્યારે ગામડામાં ૧૨૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સિવિલ ખાતે નવા ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં મેઈન ગેટ પાસે એક સેન્ટર તેમજ અંદરની બાજુ પણ એક અલગથી ટેસ્ટિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં શરદી ખાસીના લક્ષણો ધરાવતા લોકોના કોરોના ગાઈડલાઈન પ્રમાણે હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે સિવિલના મેઈન ગેટ પાસે ૮૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંદર અન્ય એક સેન્ટર ખાતે ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવતા જાેવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *