Gujarat

મહેસાણાના બુડાસણથી ૧૦ જુગારીઓ ૬૪,૭૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા

મહેસાણા
કડી પોલીસની ટીમ નાની કડી વિસ્તારમાં માટે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે કોન્સ્ટેબલ સુરદીપકુમાર ને ખાનગી બાતમી મળી હતી કે બુડાસણ જી.આઈ.ડી.સી.માં આવેલ રાજરત્ન એસ્ટેટની અંદર ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેને આધારે પોલીસની ટીમે રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરીને ૫૮,૪૪૦ ની રોકડ સહિત ૬૪,૭૭૦ નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. પોલીસને જાેઇ જુગારીઓમાં નાસભાગ મચી હતી.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *