Gujarat

મહેસાણામાં અરવિંદ કેજરીવાલની રેલીમાં તિરંગાના અપમાન અંગે ફરિયાદ નોંધાઈ

મહેસાણા
મહેસાણા શહેરમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભાગ લેવા આવતા કાર્યકરોને આમ આદમી પાર્ટીના ઝંડા તેમજ પરિવર્તન યાત્રા રેલીના અનુસંધાન તિરંગાનું વિતરણ જૂના બસ સ્ટોપના ગેટ નં-૧ પાસે કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્ર ધ્વજના વિતરણ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તિરંગાને પગ નીચે મુકી અપમાન કરી રહ્યો હતો. જે વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો સામે આવતા મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ બી.એમ.પટેલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ધ્વજધારા ૨૦૦૨ અન્વયે રાષ્ટ્રીય સન્માન પરત્વે આપમાનનો કાયદો ૧૯૭૧ની કલમ ૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી.મહેસાણા શહેરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલથી તોરણવાડી માતા ચોક સુધી રોડ શો યોજી તિરંગા યાત્રા નીકાળી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જાેકે, કોઈ અજાણ્યા ઇસમે તિરંગા યાત્રા પહેલા જ પોતાના પગ નીચે રાષ્ટ્રી ધ્વજને મૂકી અપમાનીત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Insult-to-tricolor-during-Kejriwals-rally.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *