Gujarat

મહેસાણામાં બાઈકને ટક્કર મારી કારચાલક ભાગવા જતા લોકોએ કાર સળગાવી

મહેસાણા
મહેસાણા શહેરમાં સાનિધ્ય સોસાયટીમાં પાછળ આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા કૃપાલ સિંહ પોતાની પત્ની વૈશાલી બા અને ૮ માસની દીકરી ખુશી સાથે મહેસાણામાં આવેલા ગણપતિ મંદિરથી દર્શન કરી ઘરે જતા હતા, એ દરમિયાન રાધનપુર ચોકડી પાસે આર્ટિગ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા માહિલા અને તેની બાળકી ગાડી નીચે આવી ગયા હતા. ગાડી ચાલકે ગાડી રોકવાનો બદલે ગાડી દૂધસાગર ડેરી બાજુ હંકારી હતી. સ્થાનિક લોકોએ અંદાજે ૧૫ જેટલા બાઈક અને એક ઇકો ગાડી દ્વારા આર્ટીગાનો પીછો કર્યો હતો. અકસ્માત કરી ભાગેલા આર્ટીગાના ચાલકે દૂધસાગર ડેરી સામે બમ્પ કુદાડતાં ગાડી પલ્ટી મારી ગઈ હતી. લોકોએ ભેગા મળી ગાડીમાં તોડફોડ કરી ગાડીને આગ ચાંપી હતી. અકસ્માત ગાડી ચાલક ભાગી ગયો હોવાની વિગતો મળી રહી છે. ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝનને થતા પોલીસ અને મહેસાણા પાલિકા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં બાઈકચાલકની પત્ની અને ૮ માસની બાળકીને સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, હાલ બંનેની હાલત ગંભીર હોવાની વિગતો પણ મળી રહી છે.મહેસાણા બી ડિવિઝન પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણામાં માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં મળતી માહિતી પ્રમાણે બાઈક પર સવાર પતિ ,પત્ની અને બાળકી ગણપતિ મંદિર થી ઘરે જતા હતા, એ દરમિયાન અમદાવાદ બાજુથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. જેમાં પત્ની અને બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા મહેસાણા લાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં બાળકી અને મહિલાને ગાડી ચાલકે અંદાજે ૩૦૦ ફૂટ ઢસડયા હતા. અકસ્માત બાદ ભાગી રહેલી કારનો લોકોએ પીછો કર્યો હતો અને કારને આગ ચાંપી હતી. કાર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

The-driver-tried-to-flee-people-set-the-car-on-fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *