Gujarat

મહેસાણામાં લકઝરી બસ પલ્ટી જતાં ૪ મુસાફર ઈજાગ્રસ્ત થયા

મહેસાણા
મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે અચાનક લકઝરી બસના ચાલકનું બસ પરથી કાબુ ગુમાવતા અચાનક બસ ડિવાઈટરને અથડાઈ લકઝરી બસ પલ્ટી મારી ગઈ હતી આ લકઝરી બસ મુંબઈથી (આરજે-૪૬-પીએ-૧૧૬૧) નંબરની બસ રાજસ્થાન જવા નીકળી હતી. જે બસમાં ૧૦ જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે મહેસાણા થઈ રાજસ્થાન જવા બસ નીકળીએ દરમિયાન બસના તમામ મુસાફરો સુઈ રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરે બસ પરથી કાબુ ખોઇ બેસતા એકાએક બસ રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી અને બાદમાં પલટી ખાઈ ગઈ હતી. ફરિયાદી મેવાભાઈ રબારી પણ મુંબઇથી બસમાં બેસી નીકળ્યા હતા, ત્યારે અકસ્માતમાં તેઓને પણ ઇજાઓ થઈ હતી. જેમાં કેટલાક મુસાફરોને પગે ફ્રેક્ચર તો કેટલાકને હાથે ફ્રેકચર થઈ ગયા જતા. અકસ્માતમાં ૪ જેટલા લોકોને ઇજાઓ થઈ હતી. બાદમાં ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો દોડી આવી મુસાફરોને બસમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે મુંબઈથી રાજસ્થાન જઇ રહેલી ખાનગી બસ એકાએક ફતેપુરા સર્કલ નજીક પલટી ખાઈ ગઈ હતી. બસમાં અંદાજે ૧૦ જેટલા મુસફરો સવાર હતા તેમજ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ૧૦૮ની મદદથી ઇજા પામેલા મુસફરોને સારવાર અર્થે મોકલી આપ્યા હતા.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *