સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
લીલુબેન મોઢવાડિયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી જામનગર શહેરમાં રખડતાં ભટકતાં માનસિક અસ્વસ્થ લોકોની માવજત કરીને તેને યોગ્ય આશ્રયસ્થાને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે. વળી પ્રસિદ્ધની કોઈ પણ અપેક્ષા વગર માનવસેવા એ જ પ્રભુસેવાનો જીવનમંત્ર જાણે પોતાના જીવનમાં વણીને આવા રખડતાં ભટકતાં માનસિક અસ્વસ્થ લોકોને શોધીને તેને નવડાવી ધોવરાવી, વાળ કપાવડાવી, ભોજન આપી તેને યોગ્ય આશ્રયસ્થાને પહોંચાડવાનું પડકારજનક સેવાકાર્ય કરે છે. પોતે સ્વભાવે પ્રકૃતિપ્રેમી અને માયાળું તથા મિલનસાર વ્યક્તિત્વ ધરાવે છે.તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
