Gujarat

માંગરોળ આંગણવાડી વર્કર  મહિલાઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો ની માંગણીઓ ને લઇ મામલતદાર તેમજ  ટીડીઓ અને સીડીપીઓ ને આવેદનપત્ર આપ્યું,,, 

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આંગણવાડી ની ૩૫૦ જેટલી વર્કર બહેનો અને તેડાધર બહેનો પણ પોતાની માંગણીઓ લઈને માંગરોળ ના ટાવર ગ્રાઉન્ડમાં એકઠી થઈ હતી. અને ત્યાંથી જુના બસ સ્ટેન્ડ અને સેક્રેટરીએટ સુધી મોટી રેલી કાઢી હતી. મહિલાઓનું શોષણ બંધ કરો – બંધ કરો, લધુતમ વેતન ચાલું કરો , ના સુત્રોચ્ચાર સાથે આંગણવાડી વર્કર બહેનોની રેલી સેક્રેટરીએટ પહોચી હતી. ત્યા ટીડીઓ અને મામલતદાર કચેરી સામે દેખાવો કરી મહિલાઓનું શોષણ બંધ કરો ના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમની વિવિધ માંગણીઓ બાબતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે  સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે.
હાલ કારમી મોંઘવારી છતાં વર્કર બહેનોને માત્ર ૭,૮૦૦ અને હેલ્પર બહેનોને માત્ર ૩,૯૫૦ ચુકવવામાં આવે છે. આવી મોંઘવારી વચ્ચે આટલા ઓછા વેતનમાં બહેનો પોતાનું ઘર કઈ રીતે ચલાવી શકે ? તો જે પ્રમાણેની કામગીરી સોંપાય છે તે પ્રમાણે વેતન પણ સરકારે ચૂકવી લઘુતમ વેતનમાં જ અમારો સમાવેશ કરવો જોઈએ. ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું જ શોષણ કરતી હોવાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે આજે અમને ફક્ત સાત હજાર પગારમાં આટલી બધી કામગીરી સોંપવામાં આવે છે અમે અમારા ખુદના બાળકોને પણ સમય આપી શકતી નથી.
ઉલ્લેખનીય છે કે , વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આંગણવાડી અને આશાવર્કર બહેનોની માંગને લઈ સરકાર ક્યારે અને શું નિર્ણય લેશે તે જોવું રહ્યું .
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220914_204423.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *