માંગરોળ,,
હાલમાં માંગરોળ યાર્ડમાં કોંગ્રેસ અને ભાજપ ની સંયુક્ત બોડીશાશન સંભાળી રહેલ છે
ગત ચુંટણીમાં ભાજપના કાંતિભાઈ કગરાણાએ કોંગ્રેસના પુર્વ મંત્રી ડો. ચંદ્રિકા બેન ચુડાસમા જુથ સાથે જોડાણ કરતા કોંગ્રેસના વાલા કાના ખેર ચેરમેન અને ભાજપના વેપારી વર્ગમાંથી ડાયરેક્ટર બનેલા કાંતિભાઈ કગરાણા ના ભત્રીજા ચેતન કગરાણા વાઈસ ચેરમેન બન્યા હતા જોકે આ સમજૂતી માં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને વિશ્ર્વાસ મા લીધા વિના કરાયેલ નિર્ણયથી યાર્ડના પુર્વ વાઈસ ચેરમેન અને જૂનાગઢ જીલ્લા પંચાયત ના પુર્વ ઉપ પ્રમુખ લક્ષ્મણ ભરડા, માંગરોળ તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ કાનાભાઈ રામ સહિતના નેતાઓ નારાજ થયા હતા તે નારાજગી આગામી ચુંટણીમાં દેખાઈ રહી છે
આગામી ચુંટણીમાં ભાજપ બે ભાગમાં વિભાજીત થયેલું જોવા મળી રહ્યું છે વેપારી વર્ગની ચારે ચાર બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતા છે આ માટે જે નવ ઉમેદવારી પત્રો ભરાયા છે તે મોટેભાગે ડમી છે આ જ રીતે ખ.વે.સંધ વર્ગની બે બેઠકો પણ બિનહરીફ થવાની શક્યતા જોવાઈ રહી છે ડમી ઉમેદવારો આગામી ૧૬ એપ્રિલે પોતાના ફોર્મ પાછા ખેંચી લે તેવી ગોઠવણ કરાયેલ હોવાનું જાણવા મળ્યું છે
જ્યારે ખેડૂત વર્ગમાં આ વખતે બે બેઠકો વધતાં દસ બેઠકો થઈ છે આ વર્ગ માટે ભાજપ ગૃપને પોતાના ઉમેદવારો ઉતારતા આ દસ બેઠકો માટે ચુંટણી થાય તેવી શક્યતા જણાઈ છે ભાજપ તરફથી તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલસ, તાલુકા પંચાયતના પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, અરજણભાઈ પીઠીયા સહિતનાઓએ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે યાર્ડ ની મતદાર યાદીના ૮૩૪ મતદારો પૈકી ૧૩ જેટલી મંડળીઓ ના જેટલા ૩૦૦ જેટલા મતદારો ખોટી રીતે મતદાર યાદીમાં દાખલ કરાયા હોવાની તકરાર તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બારસે ઉઠાવી તેના નામો મતદાર યાદીમાંથી હટાવવા કરેલી રજૂઆત ન સ્વિકારાતા આ પ્રશ્ર્ને ગુજરાત હાઇકોર્ટ માં પીટીશન ફાઈલ કરવામાં આવી છે જેનો નિર્ણય ચુંટણી બાદ ગમે ત્યારે આવી શકે છે આ મતદાર યાદીમાં ૮૩૪ માંથી ૫૦૦ જેટલા મતદારો એકજ જ્ઞાતિ ના હોવાનું કહેવાઈ રહ્યું છે આ ઉપરાંત હાલ ચાલુ બોડી માં ડાયરેક્ટ તરીકે રહેલા દિલીપસિંહ રાઠોડ(મેણંજ) અને રાજુભાઈ (લોએજ) ભાજપ પાર્ટી સાથે જોડાયેલા હોવા છતાં સામા જૂથે તેને વિજેતા બનાવવા ની ખાત્રી આપી પોતાના પક્ષે ઉમેદવારી કરાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જો આમ થાય તો ભાજપને નુકશાન થાય તેવી શક્યતા છે બીજી તરફ ભાજપ ગત ચુંટણીમાં નારાજ થયેલા કોંગ્રેસ ના જુથો પોતાને મદદ કરશે તેવી આશા રાખી ચુંટણી લડી રહ્યો છે એકંદરે ભાજપ માં સંકલન નો અભાવ સામે આવી રહેલો જોવા મળે છે કોંગ્રેસ સાથે ગત્ ચુંટણી માં જોડાણ કરનાર જુથ આ ચુંટણીમાં પણ કોંગ્રેસ સાથે જોવા મળી રહ્યું છે તે પરીણામ ની દીશા નક્કી કરશે તેમ લાગે છે જો કોઈ ચમત્કાર ન થાય કે હાઈકોર્ટે કોઈ વિરોધી હુકમ ન કરે તો માંગરોળ યાર્ડમાં સત્તા પરિવર્તન થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી યાર્ડની કુલ ૧૭ બેઠકો પૈકી ખેડૂત અનેખ.વે. સંઘ વર્ગની સાત બેઠકો બિનહરીફ જાહેર થાય તો હાલના ગઠ્ઠબંધન ને બહુમતી માટે માત્ર બે બેઠકોની જ જરૂરી હોય ખેડૂત વર્ગની દસ બેઠકો માંથી મોટા ભાગની કદાચ તમામ બેઠકો હાલના ચાલુ ગઠ્ઠબંધન ને ફાળે જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જો અને તો ની વચ્ચે થતી માંગરોળ યાર્ડ નિ ચુંટણીમાં ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે જાણવા રાહ જોવી રહી…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
