માંગરોળ ના ગાયત્રી ભવાની સોસાયટી ના રહીશો દ્વારા ભાવ ભક્તિ સાથે ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ચતુર્થીની તિથિ મુજબ ગણપતિ દાદાની મૂર્તિને બાળાઓ દ્વારા કળશ માથે લઇ વાજતે ગાજતે લઈ આવી સુશોભન કરેલા પંડાલમાં ઉત્સાહભેર શૈલેષભાઈ જોષી ગોર, જીતુભાઇ પાણેરી ગોર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામા આવી જેમા માંગરોળમા લાલજી મંદિર ચોક, લીમડા ચોક,ટાવરચોક, સલાટવાડા, ધોબી વાડા ,કોળી વાડા,વાલ્મીકિ સમાજ, માત્રી મંદિર વિસ્તાર, સતીમાં ડેરી પાસે સહિતના અલગ અલગ વિસ્તારો સહીત અનેક ભક્તોએ શ્રદ્ધાભેર પોતાના ઘરો માં પણ મૂર્તિનું સુંદર સુશોભન મંડપ ડેકોરેશન સાથે સ્થાપન કરવા મા આવી છે
માંગરોળ વિવિધ વિસ્તારોના ગણેશ ભક્તો મા ભાવપૂર્વ દાદાનો ઉત્સવ ઉજવવા ખુબજ ઉત્સાહ જેવા મળી રહ્યો છે.ગણેશ મહોત્સવની શરૂઆત મહારાષ્ટ્ર ના લોકમાન્ય તિલક દ્વારા હિન્દૂ સમાજના લોકોને ભેગા કરવા માટે થઈ ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી ત્યારે ગુજરાતીઓએ પણ દેશભર આ મહોત્સવને અપનાવી લીધો હતો ત્યારે દેશ સહીત ગુજરાતભરમાં ગણપતિ બાપા મોરીયાનો નાદ ગુંજી ઉઠયા છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


