Gujarat

માંગરોળ ચકલી દિવસ નિમિત્તે મુરલીધર વાડી ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા   ચકલીના માળા નુ વિતરણ કરવામાં આવેલ

માંગરોળ ચકલી દિવસ નિમિત્તે મુરલીધર વાડી ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા   ચકલીના માળા નુ વિતરણ કરવામાં આવેલ પ્રથમ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ તેમજ ગૌશાળા ચલાવતા ગૌ સેવકો નુ શાલ ઓઢાડી મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમા મુખ્ય અતિથિ વા.ચા. સ્વર્ણિમ ગુજરાત સપોર્ટ યુનિવર્સિટી અર્જુન સિંહ રાણાજી દ્વારા માંગરોળ તાલુકાનમા સુંદર કામગીરી કરવા બદલ સંજીવની નેચર ફાઉન્ડેશન ના હોદ્દેદારો તેમજ પ્રમુખ નરેશભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ મા વનરાજ સિંહજી રાયજાદા, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરાગઠીયા, રામજીભાઈ ચુડાસમાં, રાજભા ચુડાસમા (મામા સરકાર), ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મેરામણભાઈ યાદવ, નારણભાઈ ખેતલપાર, પ્રફુલભાઈ નાંદોલા, દીપક ભાઈ સિંઘવડ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા સંજીવની નેચર ના નરેશભાઈ, નિલૂભાઈ રાજપરા, વિગેરે કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમ નુ સફળ સંચાલન જાણીતા નગર સ્વર રમેશભાઈ જોષીએ કર્યું હતું ,,,,રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *