Gujarat

માંગરોળ ના રહીજ ગામે ” કૃષ્ણધામ રજ ” ખાતે (દ્વારકા – સોમનાથ હાઇવે )  સમસ્ત આહીર સમાજ દ્વારા વિવિધ સમાજ ના આગેવાનો કાર્યકરો ના સન્માન સમારંભ રાખવામાં આવેલ છે

તા.૨૩ -૩- ૨૨ ને બુધવારે ૪ કલાકે સમાજના ફોજી જવાનો દ્વારા માંગરોળ થી “કૃષ્ણધામ રજ”  ત્રિરંગાયાત્રા,  – ૪ :૩૦ કલાકે સાધુ સંતો અને સમાજ શ્રેષ્ઠની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય, સમાજવાડી નું ખાત મુહુર્ત.                  ૫ વાગ્યે થી  હોદેદારો,અધિકારીઓ,- પદાધિકારીઓ ઉપસ્થિતમાં સર્વે આહીર સમાજના ભાઈઓ – બહેનોની ઉપસ્થિતમાં સમાજના ક્લાસ ૧ ,અને ક્લાસ ૨ અધિકારીઓનું સન્માન,દાતાશ્રીઓનું સન્માન, ગુજરાત ભરમાંથી વિવિધ રાજકીય પાર્ટીમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ – હોદેદારોનું સન્માન , સૌ જ્ઞાતીજનોને ભોજન પ્રસાદ વ્યવસ્થા , રાત્રે નામાંકીત કલાકારોમાં હરદેવ આહીર,અર્જુન આહીર,ભાવેશ આહીર અને મીરાંબેન આહીર ભવ્યલોક ડાયરામાં રમઝટ બોલાવશે. ” ” કૃષ્ણધામ રજ ” સમસ્ત આહીર સમાજ માટે શ્રદ્ધાકેન્દ્ર અને બહુહેતુક ઉદગમ સ્થાન સમાન હોય બહોળી સંખ્યામાં સમાજ ઉપસ્થિત રહેનાર હોય .સમાજના સર્વેને કાર્યક્રમમાં હાજરી આપવા , કાર્યક્રમ માણવા ઉપસ્થિત રહેવા “કૃષ્ણધામ રજ” ટીમ એડવોકેટ ગોવિંદભાઇ ચોચા અખબારી યાદીમાં જણાવે છે,,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *