માંગરોળ શહેરના મુખ્ય માગોઁ ધણાં સમયથી બીસ્માર છે…ગાંધી ચોક પોલીસ ચોકી ની વષોઁથી પ્રજાની માંગણી છે…વષોઁથી પાણી પાંચ દિવસે ગમે તે સમયે આવે છે (ઉનાળામાં પાણી સમસ્યા)…ચારે બાજુ ટ્રાફિક સમસ્યા….લાખોની જમીનોમાં ભુ માફીયાઓ દ્વારા ચારે બાજુ પેશકદમી (વારે એની જમિન નુ સુત્ર માંગરોળ મા ચાલી રહ્યું છે)….ખખડધજ રસ્તા…સરકારી હોસ્પિટલમાં લેડીઝ ગાયનેક ડો, ઓર્થોપેડિક ડો, આધુનિક ટેકનોલોજી વાળા સાઘનો ચલાવી શકે તેવા ઓપરેટર ની જરુર છે,, ઘટતા સ્ટાફની માંગણી…ઘણા વર્ષોથી પી.આઇ.ની માંગણી છે… ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળે છે ગંદકી જોવા મળે છે અને સરકારે આપેલ લાખો રુ. ના ડસ્ટબીનો શોભાના ગાઠ્યા સમાન અને ધુળો ખાય છે…ખુંટીયાનો ત્રાસ…રોડ ઉપર રખડતા ઢોર,,,વર્ષોથી માછીમારો ની માંગણી ના પ્રશ્નો ઉકેલવા,,, એસ.ટી.ના કમાણી કરતા મહત્વના રુટો બંધ થયેલ તેમા માંગરોળ કવાંટ…પાવાગઢ…વણાંકબારા…ઓખા..ભુજ….વિગેરે મહત્વના કમાણી કરતા રુટો બંધ થયેલા તે ચાલુ કરાવવા તેમજ અમદાવાદ ની રાત્રે ૯-૦૦ ની ખખડધજ ઉપડતી બસ બંધ કરી નવી સ્લીપર કોચ રાત્રે ૯.૦૦ ની ચાલુ કરવી તેમજ લાંબા રુટની સ્લીપર કોચ બસો ચાલુ કરવી…હજુ સુધી માંગરોળ ની પ્રજાએ એસ.ટી.ની નવી સલીપર કોચ બસ ના દશઁન પણ કયાઁ નથી આ છે વિકાસ સીલ ગુજરાતના માંગરોળ નો વિકાસ…. માંગરોળમા અંદાજે 1લાખની વસ્તી છે અને ઉધોગીક રોજગારી રીતે પછાત અને ખેડુતો તેમજ મચ્છીમાર ઉપર જ રોજગાર તેમજ નિભઁર છે…સરકાર દ્ગારા વિકાસ માટે લાખો રુપિયા ની ગ્રાંટો ફાળવવામાં આવે છે પણ અહીં ની પ્રજાને શામાટે લાભો મળતા નથી..માંગરોળ તેમજ અન્ય તાલુકામાં કામ કરી પ્રજાના પ્રષ્નો પ્રત્યે ધ્યાન આપે તેવા ધારાસભ્ય શ્રી ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા ટીકીટ આપવા માંગરોળ ની પ્રજાની માંગણી છે….
વિનુભાઈ મેસવાણીયા
વિનુભાઈ મેસવાણીયા
