Gujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક મળી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ શાંતિ સમિતિ ની બેઠક મળી હતી.
ટાઉન પોલીસ સ્ટેશન પીએસઆઈ ચાવડા સાહેબ ની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગમાં શહેરના હિન્દૂ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને આ મિટિંગમાં ગતરોજ બંદર ઝાંપા પાસે એક અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા અપશબ્દો તેમજ વાણી વિલાસ કર્યો હતો તેમજ ત્યારબાદ કોઈ વ્યક્તિ દ્વારા આ વ્યક્તિ બાબતે ચોક્કસ સમુદાય નો ઉલ્લેખ કરી મેસેજ વાઇરલ કરેલ હતો જે બાબતે ચર્ચા કરવામાં આંવી હતી તેમજ આવા મેસેજ વાઇરલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
આવા ખોટા મેસેજ માં આવું નહિ તેમજ શાંતિ જાળવવામાં માંગરોળ પોલીસ અપીલ કરવામાં આવી હતી.

IMG-20220226-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *