કાર્યક્રમ ના પ્રારંભે આગેવાનો હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતું
માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લી દ્વારા માંગરોળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના તાલુકા લેવલ ને ધોરણ ૧૦ તથા ૧૨ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓ નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ ધો – ૧૨ સાયન્સ માં ગુજરાત બોર્ડ માં બીજો ક્રમ પ્રાપ્ત કરી માંગરોળ ને ગૌરવ અપાવનાર કન્યા વિનય મંદિર ની વિધાર્થીની પુરીબેન હરેશભાઈ મકડીયાનું સન્માન કરવામાં આવ્યુ તેમજ બેલીમ જેનબબેન અયુબભાઇ, સોરઠિયા ફરહાન ગનીભાઇ, પિઠીયા અપેક્ષા શૈલેષભાઈ, સોલંકી સતીષ સરમણભાઇ, કુલાળા મકબુલ હસનભાઇ, ગોહેલ મોનિકા પ્રવિણભાઈ, મકવાણા બ્રીજરાજ મહેશભાઈ, ગોહેલ વૈભવી હરસુખભાઈ, ગુનિયાણી ભૂમિકા દિલીપકુમાર, ચુડાસમા તેજલ નારણભાઈ, કુબાવત ધ્રુવીકા કિરીટભાઈ, પાતા આરતીબેન કારાભાઈ, જોષી ખુશી કિશોરભાઈ, દેવાણી જાનવી વિમલભાઈ, પાટડીયા ક્રિસ રાજેશભાઈ, સહીત જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સિક્ષક હિતેશ ભાઈ અધ્વર્યું નું સન્માન તેમજ જરનાલિઝમ ની પરીક્ષા પાસ કરનાર વેજા ભાઈ પીઠિયા નું સન્માન કરવા માં આવ્યુ
આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે હીરાભાઈ જોટવા તથા બી આર એસ કોલેજ આચાર્ય પુરોહિત સાહેબ, લોએજ ના યુવા સરપંચ રવિ ભાઈ નંદાણિયા નાયબ, માનસિંહભાઇ ખેર, મામલતદાર રામ ભાઈ સોલંકી, બી આર સી કો ઓરડીનેટર ભાવેશ ભાઈ સોંદરવા,
તેમજ માંગરોળ સરાફી નોકરિયાત મંડળી ના તથા પેન્સન સમાજ મા પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા. મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિરંચિ શુકલ સાહેબ તથા મહેન્દ્રભાઈ નંદાણિયા એ કરેલ હતુ આભાર વીઘી રાજેન્દ્ર ભાઈ જાદવ એ કરેલ હતી.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ૬૫


