રાજકોટ જિલ્લાનાં જેતપુર શહેરના તાજીયા સુન્ની મુસ્લીમ જમાત દ્વારા ટાઢા કરવા માંગરોળ બારા ખાતે લઈ જવામાં આવતા હોય, જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એલ.બી. બાંભણીયાએ તેમને મળેલ સત્તાની રૂએ તા.૧-૮-૨૦૨૨ થી તા.૧૦-૮-૨૦૨૨ સુધી (બન્ને દિવસો સહિત) આ વિસ્તારમાં પ્રવેશબંધી અંગે મનાઈ હુકમ ફરમાવેલ છે. ધાર્મિક મતમતાંતરો અને કોમી વૈમનશ્યોનાં કારણે માંગરોળ શહેરનું વાતાવરણ સુમેળભર્યુ જણાતુ ના હોય ૧-૮-૨૦૨૨ થી તા.૧૦-૮-૨૦૨૨ (બન્ને દિવસો સહિત) સુધીનાં સમય દરમ્યાન માંગરોળ બારામાં જેતપુરનાં તાજીયા ટાઢા કરવા જવુ નહીં કે જૂનાગઢ જિલ્લાની ચોકી સોરઠથી શરૂ થતી હદમાં કે ધોરાજીથી જૂનાગઢની હદમાં કે કોઇ અન્ય માર્ગે જૂનાગઢ જિલ્લાની હદમાં પ્રવેશવુ નહી. ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માંગરોળ બારામાં આ તાજીયા ટાઢા કરવા અન્ય કોઈ માર્ગે પ્રવેશવું નહીં.
