માંગરોળ ના સિનિયર વકીલ હિરેનભાઈ પારેખ ને ફોન કરીને કહેલ કે હુ ફારૂક બોલું છું તેમ કહી ને અજાણ્યા શખ્સોએ એ હિરેનભાઈ ના બિલ્ડીંગ નુ કામ ચાલતુ હતું ત્યાં બોલાવી બે અજાણ્યા શખ્સોએ હિરેનભાઈ ઉપર લાકડાના ધોકા વડે ખુની હુમલો કર્યો હતો અને ઢીકા પાટુનો માર મારી નાસી ગયા હતા હિરેનભાઈ તેના દીકરા ને લઈને માંગરોળ સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યાં માથામા તેમજ આંખ પાસે તેમજ હાથમાં વધુ ઇજા થતા ટાંકા લેવામાં આવ્યા હતા માંગરોળ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિનિયર વકીલ ઉપર થયેલા ખુની હુમલાનો ગંભીર ગણી માંગરોળ બાર એસોસીએશન દ્વારા આજે મિટીંગ કરી ઠરાવ પસાર કરી બનાવને વખોડી આજના દિવસ પુરતુ કોર્ટ કામકાજ થી અલિપ્ત રહેવા તેમજ આરોપીઓના વકીલ તરીકે માંગરોળ બાર એસોસીએશન ના વકીલોઓ રોકાવુ નહી અનો તાત્કાલિક ફરાર ગુન્હેગારો ને ઝડપવા માંગણી કરવામાં આવી હતી અને આ બાબતે જિલ્લા પોલીસ વડા રવી તેજા સાહેબ ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને માંગરોળ ડી વાય એસ પી સાહેબ તેમજ પી એસ આઇ સાહેબ ને પણ લેખિત ફરિયાદ ની નકલ આપી ને રૂબરૂમાં બાર એસોસીએશન દ્વારા રજુઆત કરી ફરાર ગુન્હેગારો ને તાત્કાલિક ઝડપી કડક પગલાં ભરવા માંગણી કરેલ છે ,,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


