લાલબાગ વિસ્તારમાં વિજળી પડતાં મકાન ની દિવાલો તૂટી – બે યુવાનોને હોસ્પીટલ ખસેડાયા.
માંગરોળ ના વહેલી સવારથી વરસાદે ધમાકેદાર પ્રારંભ કર્યો છે. વિજળી ના ભયાવહ ચમકારા અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમા મૌસમનો કુલ વરસાદ ૮૮ મીમી પડ્યો છે. માંગરોળ ના લાલબાગ વિસ્તારમાં એક મકાન પર વિજળી પડતાં મકાન ની દિવાલો તૂટી પડી હતી. ૭ મકાન નું વાયરીંગ બળીને ખાખ થઇ ગયું છે. સીડી રૂમ પર વરસાદ ના પાણીને અટકાવવા પડદો બાંધી રહેલા બે ભાઈઓ પણ વિજળી ની ઝપટમા આવી જતા બેભાન થઈ ગયા હતા. મોહમ્મદહૂસેન સુલેમાન બેરા ના બંને દિકરા ઉવેશ અને અલફેશ ને બેભાન હાલતમાં શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સારવાર હેઠળ હાલ બંનેની હાલત સારી છે…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


