કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે અશોભનીય વર્તન કરતા માંગરોળ મામલતદાર કચેરી ખાતે મામલતદાર તેમજ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો
હાલમાં જ ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ ના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરતા તેના પડઘા રાજ્ય ભરમાં પડયા છે જે અંતર્ગત આજ રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે તમામ સ્ટાફ ના કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કાળીપટ્ટી બાંધી પોતાની ફરજ પર કામગીરી કરી હતી.
કચેરીના માંગરોળ મામલતદાર એસ.કે.પરમાર અને નાયબ મામલતદારો તેમજ તમામ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સાંસદ દ્વારા કરવામાં આવેલા મામલતદાર સામે અશોભનીય વર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


