Gujarat

માંગરોળ મુરલીધર વાડી ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પ યોજાયો,,  

માંગરોળ મા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા બ્લડ બેંક જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના સહયોગથી મોરબીમાં ઝૂલતા પુલ હોનારત મા મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ નુ આયોજન કરેલ આજ ના સમય મા થેલેસેમીયા ના દર્દીઓ ને બ્લડ ની બહુજ જરૂરીયાત હોય તેના લાભાર્થે ભવ્ય બ્લડ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું તેમા ૬૨ જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું તમામ રક્તદાતાઓ નુ સન્માનપત્ર અને પ્લાસ્ટિક નો ચકલી નો માળો આપી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું માંગરોળ ના આગેવાનો એ તેમજ આપણા લોક લાડીલા ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠીયા એ આ કેમ્પની  મુલાકાત લીધી હતી,, વધુ મા સમીરભાઇ દત્તાણી કે જેઓ નિયમિત અન્નક્ષેત્ર ચલાવે છે અને જેઓ એ ૪૧ વખત રક્તદાન કરેલ છે તેઓ એ ખાસ હાજરી આપેલ અને શિવમ ચક્ષુદાન ના શ્રી નાથાભાઈ નંદાણીયા દ્વારા નેત્રદાન,અંગદાન માટે ના સંકલ્પ પત્ર ભરાવેલ અંતે સવેઁ રક્તદાતાઓ નો સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખશ્રીનરેશભાઇ ગૌસ્વામી દ્વારા આભાર વ્યક્ત કરેલ,,      રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *