માંગરોળ ૨૨૪ કરોડના ખર્ચે બની રહેલ જેટી ના કામમાં થયેલ ગેરરીતી અને લાખોની હેરાફેરી કૌભાંડ બાબતે આમ આદમી પાર્ટીના માંગરોળ એકમના મહાવિર સિંહ ચુડાસમાએ જૂનાગઢ આવેલા વડા પ્રધાન મોદીને પત્ર પાઠવી કૌભાંડ ની તપાસ માં તંત્ર મોટાં માથાં ને બચાવવા થઈ રહેલ ધાલમેલ બાબતે વાકેફ કરી આ કૌભાંડ ની સ્વતંત્રત, નિષ્પક્ષ, ન્યાયિક અને પારદર્શક કાર્યવાહી માટે આ કૌભાંડ ની તપાસ સીબીઆઇને સોંપવા માંગણી કરી હતી
૨૦૧૭ મા માંગરોળ બંદરે ૨૨૫ કરોડના ખર્ચે ૧૦૦૦ ફીસીંગ બોટોના પાર્કિંગ સહિતની સુવિધાઓ વાળી જેટી બનાવવા તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ના હસ્તે થયેલ ખાત મુહૂર્ત ના પાંચ વર્ષ બાદ પાંચેક માસ અગાઉ ૧૨૫ કરોડના પ્રથમ તબક્કાના કામમાં જેટીનુ લોકાર્પણ થાય તે પહેલાં નબળી કામગીરી ના કારણે બનાવેલી જેટીની૧૧૦૦ મીટર લાબી બ્રેકીગ વોટર વોલ માં ગાબડાં પડી ગયા બાદ તેની ઉપરનો આરસીસી નો વોકીગ વે પણ તુટી પડતાં આ બાબતે અત્રેની આમ આદમી પાર્ટીના મહાવિર સિંહ ચુડાસમાએ રાજ્ય ના સીએમ, મુખ્ય સચિવ, વિપક્ષના નેતા, રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી, મત્સ્યોદ્યોગ કમિશ્નર, મત્સ્યોદ્યોગ સચિવ, સહિતનાઓ ને ફરીયાદ કર્યા બાદ તપાસમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ને છુપાવી આ કાંડમાં સંડોવાયેલા વગદાર લોકો ને બચાવવા જેટીની ડીઝાઈન ને ખામી યુક્ત ગણાવી તપાસ રફેદફે કરવા પ્રયત્નો થતા આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસ માટે રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી સહિતનાઓ ને ફરીયાદ કર્યા બાદ સાગર પરીક્રમા યાત્રા કાર્યક્રમ અંતર્ગત માંગરોળ પધારેલા કેન્દૃના મત્સ્યોદ્યોગ મંત્રી ને પણ આવેદનપત્ર આપ્યું હતું દરમ્યાન મોદી જૂનાગઢ આવતા આ કૌભાંડ બાબતે ફરી પત્ર પાઠવ્યો હતો
