માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા આઠેક માસથી બાહોશ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા બી.કે. ચાવડા સાહેબ ની જૂનાગઢ ખાતે બદલી થતા
માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.
જેમાં ચોરવાડ પીએસઆઇ ક્ષત્રિય સાહેબ દ્વારા પ્રથમ ફૂલ હાર પહેરાવી નારીયલ અને પળો આપવામાં આવેલ
આ વિદાય સમારોહમાં માંગરોળ ન હિન્દૂ મુસ્લીમ સામાજિક અને રાજકિય આગેવાનો સેવાભાવી સંસ્થાઓ પોલીસ સ્ટાફ દ્વારા પીએસઆઈ ચાવડા ને આગેવાનો દ્વારા શાલ ઓઢાડી, હાર પહેરાવી, બુકે અને મોમેન્ટો આપી સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમ મા
વિશ્વ હિન્દુ પરિષદ ના વિનુભાઈ મેસવાણિયા તેમજ પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઇ પરમાર દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ
આ પ્રસંગે પીએસઆઈ ચાવડા સાહેબ દ્વારા પોતાના માંગરોળ ના ફરજ કાળ ના યાદગાર સ્મરણો વાગોળયા હતા અને અહીંયા ફરજ દરમિયાન સહયોગ આપનાર શહેરના આગેવાનો, પત્રકારો, પોલીસ સ્ટાફ અને માંગરોળ ની જનતાનો આભાર માન્યો હતો.
પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ પીએસઆઈ ક્ષત્રિય સાહેબ, પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, ભાજપ શહેર પ્રમુખ લીનેશ સોમૈયા, પાલિકા સદસ્યો ધનસુખ ભાઈ, રણછોડભાઈ ગોસિયા, અહમદભાઇ બતક, ભગીરથ સિંહ સહિત શહેરના હિંદુ મુસ્લિમ આગેવાનો અને પોલીસ સ્ટાફ એ છે કે હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


