જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કાનુની જાગૃતિ તાલીમનું આયોજન વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં માંગરોળ તાલુકાના શાપુર અને આરેણા ગામની કુલ ૨૪૦ મહિલાઓને કાનુની જાગૃતિની તાલીમ આપવામાં આવી હતી.
જેમાં બહેનોને કામકાજના સ્થળ પર ક્યા પ્રકારની દુર વ્યવહારને જાતીય સતામણી કોને કહેવાય જો આ પ્રકારની સતામણીનો ભોગ બહેન બને છે. તો આની અરજી ક્યાં સ્થળ પર બહેન કરી શકે, કેટલા દિવસમાં કરી શકે, તેના માટે શું કાયદાકીય જોગવાઇ હોય છે. તેમાં દંડ અને સજાના શુ પ્રાવધાનો હોય છે. આ ઉપરાંત ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બહેનોને ઘરેલું હિંસા એટલે શું. તે કેટલા પ્રકારનો હિંસાને ઘરેલું હિંસા કહેવાય આ ઉપરાંત જો આ પ્રકારની હિંસા થતી હોય તો બહેનને સરકારશ્રીની વિવિધ યોજનાઓ મારફત કઇ રીતે લાભ મેળવી શકે વગેરે માહિતી આપવામાં આવી હતી. ક્યા પ્રકારના દુર વ્યવહારને ઘરેલું હિંસા કહેવાય? જો આ પ્રકારની હિંસાનો ભોગ બહેન બને છે. તો આની અરજી ક્યા સ્થળ પર બહેન કરી શકે, કેટલા દિવસમાં કરી શકે તેના માટે શું કાયદાકીય જોગવાઇ હોય છે તેમાં દંડ અને સજાના શું પ્રાવધાનો હોય છે. તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં બહેનોને તાલીમ સાથે આઇઇસી વિતરણ કરવામાં આવ્યું હતું.
