Gujarat

માંગરોળમાં આજે અલગ અલગ બે જગ્યા ઉપર આગ લાગવાના બનાવો બનતા નગર પાલિકાના ફાયર બ્રિગેડ દોડતો થયો હતો 

પ્રથમ બનાવ માંગરોળ મામલતદાર કચેરી પાસે આંગણવાડી કેન્દ્ર ની બાજુમાં  ખાંચામાં પડેલ જીપ માં આગ લાગતા
આગના કારણે જીપ સંપૂર્ણ બળીને ખાક થઈ જવા પામી હતી માંગરોળ નગરપાલિકા ફાયર સેફટી દ્વારા આગ બુઝાવવામાં આવી હતી,
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી ‌‌
આવી જ રીતે અન્ય એક બનાવમાં લીમડા ચોક માં આવેલ રાજમોતી કોમ્પલેક્સ મા  આવેલ મોબાઇલની દુકાનમાં આગ લાગી હતી
તળિયાના ભાગે આવેલ મોબાઇલની દુકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામેલ બનાવ સમયે દુકાન બંધ  હોઇ આગની જાણ થતા આસપાસ ના દુકાનદારો એ પાલીકા ના ફાયર બ્રિગેડ ને જાણ કરતા આગ બુઝાવી દીધી હતી આગથી દુકાનમા રહેલ મોબાઈલ નો જથ્થો  તથા ફરનીચર ની નુકશાન થયુ છે લીમડાચોક જેવા ભરચક વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સ મા બનાવ બનતા લોકો મોટી સંખ્યા માં એકઠા થઇ ગયા હતા આ કોમ્પલેક્સ  મા રાષ્ટ્રીયકૃત બેંક ની શાખા સહિત અનેક દુકાનો આવેલી છે બેઝમેન્ટ, ફસ્ટ ફ્લોર અને સેકન્ડ ફલોર આવેલ છે,
 લીમડાચોક ના કોમ્પલેક્સ નો આ બનાવ વ્યસ્ત અને દિવસ ના સમયે બનેલ એટલે વધુ નુકસાની ટાળી શકાઈ જો રાત્રીના સમયે આ ઘટના બની  હોત તો તેની કલ્પના પણ કરી ન શકાય તેવી નુકશાની થવા પામત,,
રીપોર્ટ, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220124-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *