માંગરોળ ટાવર ક્રીકેટ ગ્રાઉન્ડ ખાતે આઈ એસ ગ્રુપ આયોજીત આ ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના ક્રીકેટના ખેલાડીઓએ વિવિધ ટીમમાં ભાગ લીધો હતો, ફાઈનલ મેચમાં માંગરોળ ની સ્ટાર ઈલેવન અને ચાખવાની ટ્રાઝેકશન ઈલેવન વચ્ચે ટક્કર યોજાય હતી, જેમાં ચાખવાની ટ્રાઝેકશન ઈલેવન એ પ્રથમ બેટિંગ કરતાં ૮૮ રન બનાવ્યા હતા જેના જવાબમાં માંગરોળ સ્ટાર ઈલેવને નવ અવરના અંતે ૮૯ રન બનાવી ૫ વિકેટથી ફાઈનલમા વિજય મેળવ્યો હતો, આ સાથે ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ અને મેચ ઓફ ધ સિરીઝ પણ અસ્ફાક રબાડા એ સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરી થયેલ, બેસ્ટ બેટ્સમેન સકીલ સંજાર, બેસ્ટ બોલર મહેપાલ સિંહ ચાવડા થયેલ, તેમને પણ ટ્રોફી પુરસ્કાર આપવામાં આવલ, ફાઈનલ વિજેતા ટ્રોફી અને રોકડ પુરસ્કાર સ્ટાર ઇલેવનના કેપ્ટન ભાવેશ ખેર અને ઓનર મુસાભાઈ બંમ ને ધારાસભ્ય બાબુભાઇ વાજા અને પાલિકા પ્રમુખ ઝાલા હસ્તે આપવામાં આવી હતી, જયારે ફાઈનલમા હારેલ ટીમને શહેર ભાજપ પ્રમુખ સૌમયા અને પાલિકા ઉપ પ્રમુખ દ્રારા ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી, માંગરોળમા સફળ આયોજન બદલ તમામ આયોજકોને અભિનંદન આપ્યા હતા, ફાઈનલ મેચ નિહાળવા માંગરોળ ના ધારાસભ્ય બાબુભાઇ વાજા, પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલા, માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન વાલભાઈ ખેર, પોરબંદર ના મામલતદાર ચાવડા, માંગરોળ ના ઉદ્યોગપતિ મેરામણ યાદવ, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા મયા,શહેર કોંગ્રેસ પ્રમુખ હારુન ભાઈ જેઠવા સહીત પાલિકાના સભ્યો, સહીત નામી અનામી અનેક મહેમાનોએ હાજરી આપી હતી, આ ટુર્નામેન્ટ સફળ થતાં આયોજકોએ તમામ દર્શકો અને સહયોગ આપનાર પોલિશ વિભાગ સહીતના લોકોનું આભાર માન્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ