માંગરોળ,,,
માંગરોળ
ગુજરાત હાઇકોર્ટે કર્યો હુકમ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ માં ઉપયોગ કરતા બે દુકાનોને નગર પાલિકા ચીફ ઓફીસર મેહુલ જોધપુરા અને તેની ટીમે સીલ માર્યા,,
માંગરોળ ખાતે આવેલ ગ્રીનસીટી સોસાયટીમાં રહેણાંક પ્લોટ નંબર ૩ ત્રણ પ્રદીપભાઈ ધનેસા દ્વારા દુકાનોનું બાંધકામ કરી લેવાંતાં માંગરોળ ગ્રીનસીટી સોસાયટી માં રહેતા લોકો દ્વારા પ્લોટ નંબર ત્રણમાં રહેણાંક મકાનની જગ્યાએ દુકાનોનું બાંધકામ કરી માધવ ડેરી ને ભાડે આપી જમીનનો દૂર ઉપયોગ કરાતા ગુજરાત હાઇકોર્ટ માં અરજી દાખલ કરતા નગરપાલીકા તંત્રએ દ્વારા આ જગ્યા હેતુફેર કરાયા વીના દુકાનોના બાંધકામ કરી લેવાતાં આ દુકાનોને હાઇકોર્ટ ના હુકમના આધારે નગર પાલિકા એ નોટીસ આપતા બાંધકામ ખુલ્લું ન કરતા દુકાનો શીલ કરી દેવામાં આવી છે માંગરોળના વેપારી એમ એમ કમ્પની વાળા પ્રદીપભાઈ ધનેસા એ બાંધકામ કર્યુ હતું પોલીસ બંદોબસ્ત સાથે નગર પાલિકાની ટીમે કરી કાર્યવહી, જયારે લોક મુખે એવુ પણ ચર્ચાય છે કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ની મંજુરી આપી કોને,,? કે બીજે ઘણા પ્લાન નકશા મંજુરી વગર થતા બાંધકામો ની જેમ આ દુકાનો પણ ખડકી દેવાય હશે,,,,?
જયારે ગુજરાત હાઇકોર્ટ ના હુકમના આધારે નગરપાલીકાની આ કામગીરીથી અન્ય ગેરકાયદેશર દુકાન ધારકોમાં ફફડાટ ફેલાયો છે
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
