માંડવી
ખોડબા ગામની સીમમાં વાંકલથી અંબાપરડી તરફ જતા રોડ પર મિતુલ ધનજીભાઇ ચૌધરી (રહે, માંડવી જિ. સુરત) તથા તેની સાથેના બીજા નવેક આજાણ્યા ઈસમો મિતુલભાઇ અને એક સફેદ કલરની વેગનાર ગાડી તથા એક કાળા તથા સીલ્વર જેવા કલરની ગાડી તથા ૩ બાઇક ઉપર આવી ૮ ઈસમ એક સંપ થઇ, ગેરકાયદેસર મંડળી રચી, તેમનો ઇરાદો પાર પાડવા હેમંતભાઈ ઉર્ફે મુન્ના ગુરજીભાઈ ચૌધરી તથા ફરિયાદીની ફિયાન્સી ભગવતીની ક્રેટા ગાડીની આગળ મિતુલે કારને આડી મૂકી અવરોધ કરી હેમંતની ગાડીને ઉભી રાખી હતી. મિતુલે સ્ટીલનો પાઇપ લઇ હેમંતની ગાડીની ડ્રાઇવર સાઇડની આગળનો કાચ તોડી નાખ્યો હતો. ગાડીને નુકસાન કરી, તેમજ હેમંતભાઈને ગાડીમાંથી બહાર ખેંચી કાઢી મિતુલ તથા તેના સાગરીતોએ હેમંતની સપાટા મારી મૂઢ માર માર્યો હતો. મિતુલ સાથેના બીજા સાતેક આરોપી ઇસમોએ ફરીયાદીને માર મારી, મુઢ ઇજા પહોંચાડી બંનેના મોબાઇલ ઝુટ્વી લીધા હતા. હેમંતભાઈની ફીયાન્સી ભગવતીનું અપહરણ કરી લઈ ગયા હતા. ઘટના અંગે હેમંતે મિતુલભાઇ ધનજીભાઇ ચૌધરી (રહે.મારીઠા ગોડાઉન કળીયુ. ના માંડવી જિ.સુરત) સહિત ૮ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જાે કે, ક્યાં કારણસર યુવતીનું અપહરણ કરાયું તે જાણી શકાયુ નથી. નોંધનીય છે કે, યુવક તેની ફિયાન્સી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ માટે માંડવી આવી રહ્યા હતા.માંડવીના રધીપુરા ગામે રહેતા હેમંતભાઈ ઉર્ફે મુન્ના ગુરજીભાઈ ચૌધરી ગાડીમાં પોતાની ફિયાનસી સાથે પોતાના ઘરેથી નિકળી સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ કરવા માટે માંડવી આવતા હતા.
