વેરાવળ
મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા બોટ માલિકોને ટુક સમયમાં દરિયામાં માછીમારી કરવા જતી બોટો માટે ઓનલાઇન ટોકન લેવાની કામગીરી શરૂ થનાર હોય ત્યારે માચ્છીમારી વ્યવસાયમાં પેઢીઓથી પારંપરિક સંકળાયેલ હોય તેઓને ભણતરનો અભાવ અને ઓનલાઇન પ્રક્રિયાથી અજાણ હોવાથી તાત્કાલિક ઓનલાઇન ટોકન મેળવવાની પધ્ધતિ અપનાવી અશક્ય હોવાનું જણાવ્યુ છે. ઓનલાઇન ટોકન મેળવવાની પદ્ધતિના કારણે માછીમારી માટે આવતી-જતી બોટની વ્યવસ્થા ખોરવાઇ જશે અને આ અવ્યવસ્થાના કારણે બોટ માલિકોને આર્થીક નુકશાન થાય તેવા સંજાેગો ઉભા થનાર છે. આ ઓનલાઇન ટોકનના રજીસ્ટ્રેશન માટે બોટના ચારે તરફના ફોટા અરજીમાં જાેડવાના હોઇ જે બંદરમાં બોટોની ભીડના કારણે આવા ફોટા પાડવા અશક્ય બનશે. આ ઓનલાઇન ટોકન સિસ્ટમ બોટ માલિકો સમજી નહીં શકે જેના કારણે ટોકન અરજી કરવા વાળા એજન્ટો આ પરીસ્થિતિનો લાભ લઇ ઓનલાઈન ટોકન મેળવવા માટે રૂપિયા લઇ ભ્રષ્ટાચાર થવાની સંભાવના હોવાનું જણાવાયુ છે. આ ઓનલાઇન ટોકન મેળવવા માટે દરેક બોટ માલિકને સ્માર્ટફોન ઉપયોગ કરતા આવડવું જાેઇએ અને ગુજરાત ફિશરીશની વેબસાઇટમાં જઇ ટોકન જનરેટ કરવાનું હોય છે. જે મોટા ભાગના બોટ માલિકો માટે અશક્ય રહેશે. આટલું કર્યા પછી પણ જે ટોકન જનરેટ થાય તે વોટસઅપ દ્વારા બોટ માલિકોને મોકલવામાં આવશે. જે ટંડેલને એમના મોબાઇલમાં રાખવાનું રહેશે. દરિયાઇ ખરાબ વાતાવરણ અને ચારે તરફ પાણીમાં મોબાઇલ પાણીમાં પડી જાય અથવા બીજા કોઇ કારણસર મોબાઇલ બગડે વીગેરે કારણે બોટ મધદરિયે હોય અને ટોકન ના પુરાવા બોટના ટંડેલ પાસે ન હોય તેવા સમયે નેવી અથવા કોસ્ટગાર્ડ વિભાગ દ્વારા શંકાસ્પદ દાયરામાં આવે એવી પરિસ્થિતિનું સર્જન થાય અને અમુક કેન્દ્ર શાક્ષીત બંદરોમાં ઓનલાઇન ટોકનની પદ્ધતિ અપનાવી છે, તેમને ફક્ત બોટોનું તે બંદરમાં આવક-જાવક માટે નોંધણી થતી હોય છે. ગુજરાત રાજ્ય માટે પ્રસ્તાવિત ઓનલાઇન ટોકન સિસ્ટમમાં બોટો અંદરમા આવક-જાવક સાથે ડીઝલની વિગત પણ જાેડાયેલી છે અને ગુજરાતના દરિયા કિનારે દર વર્ષે સાઇકલોન/વાવાઝોડા કુદરતી આફતો આવતી હોય છે. જેના કારણે ફિશિંગમાં જતી બોટો એક સાથે બંદરમાં આવે અને વાવાઝોડા પછી એક સાથે ફિશિંગમાં નીકળે ત્યારે ઓનલાઇન ટોકનની ફાળવણી દરેક બોટને સમયસર ન મળે જેના ભાગરૂપે ઘણી બોટો ટોકન વગર ફિશિંગમા જઇ શકે નહીં. આવી બોટો ટોક્ન ના અભાવે ફિશિંગમાં ન જતા એક દિવસનો ખર્ચ, ખલાસીઓ ટંડેલના પગાર વગેરે પ્રતિદિન રૂ.૧૦ હજાર જેટલો થતો હોય છે. હાલ બોટોનું બંદરમાં આવક-જાવકની નોંધણી માટેની જે વ્યવસ્થા છે તેનાથી માછીમારો પરિચિત છે અને ઓનલાઇન ટોકન સિસ્ટમથી પરિચિત થતા સમય લાગે તેમ હોવાથી આ ઓનલાઇન ટોકન મેળવવાની વ્યવસ્યા મોકૂફ રાખવી અથવા જૂની પદ્ધતિ સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઇ છે. ગુજરાત રાજ્યમાં સિઝનની શરૂઆતનાં મહીનાઓમાં ફીશીંગ કરવા માટેની શરૂઆત થતી હોય ત્યારે આખા ગુજરાત દરિયાઇ પટ્ટી પર એક સાથે ફીશીંગ કરવા માટે બોટો નીકળતી હોય અને જાે આવા સમયે એક સાથે બોટ માલિકો ઓનલાઈન ટોકન સીસ્ટમનો ઉપયોગ કરે તો ટોકન મેળવવાની ઓનલાઈન વ્યવસ્થાનું સર્વર પણ ક્રેશ થઇ શકે છે. આવા સમયે જાે ઓનલાઇન ટોકન માટેનું સર્વર ક્રેશ થાય અને ટોકન મેળવવા માટે બીજી કોઇ વ્યવસ્થા ન હોય તો પણ અવ્યવસ્થા ઉભી થશે. બોટ ફિશિંગમાં જઇ શકે નહીં અને બોટ માલિકોને મોટી આર્થિક નુક્શાન થવાનો ભય હોવાનું રજૂઆતના અંતમાં જણાવાયુ છે.વેરાવળ સહીત ગુજરાતના બંદરોમાં ફીશીંગ માટે જતી બોટોને ઓનલાઇન ટોકન ફાળવણીની કામગીરીના કારણે બોટમાલીકોને મુશ્કેલી થતી હોવાથી વેરાવળ સદભાવના માચ્છીમાર બોટ એસો. દ્વારા ફીશરીઝ કમીશ્નર સહીતનાને લેખીત રજૂઆત કરાઇ છે. ઓનલાઇન ટોકન મેળવવાની વ્યવસ્યા મોકૂફ રાખવી અથવા જૂની પદ્ધતિ સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઇ છે.
