Gujarat

માણાવદર તાલુકાના ભાદર કાંઠા ના ગામોની જમીન ધોવાણ અટકાવવા ભાદરકાંઠો બાંધવા કોંગ્રેસે રજૂઆતો કરી

માણાવદર તાલુકાના ૫૭ ગામોમાંથી બાટવાની પૂર્વ નૈત્રત્ય વાયવ્ય દિશાના ગામડાઓ જેવા કે કોડવાવ, થાપલા, સમેગા, અને ભલગામ જેવા ગામડાઓ ઘેડ વિસ્તારના ગણાય છે અને ખાસ કરીને ચીખલોદ્રા, દેશીન્ગા, મરમઠ, સરાડીયા, વેકરી, વડા, ગણા, ભીંડોરા ઇન્દ્રા, લીંબુડા અને કુતિયાણા તાલુકાના થેપડા, માંડવા, કટવાણા અને કંટોલ વગેરે ગામો ભાદર કાંઠે વસેલા હોય જેથી દર ચોમાસે ભાદર નદી ભાદર ડેમમાં પાણીનો ભરાવો થાય છે અને આ ગામોમાં તેના પાણી ફરી વળવાના કારણે ખેડૂતોના પાકને જમીન ધોવાણના કારણે ભારે નુકસાન થાય છે.
આ સમસ્યાના નિવારણ માટે વડા ગામના કોંગ્રેસ આગેવાન હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અરવિંદભાઈ લાડાણી,  જીગ્નેશભાઈ છૈયા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડા, વંથલીના કોંગ્રેસ અગ્રણી સિરાજ વાજા વગેરે એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારે વરસાદને કારણે ભાદર કાંઠા ના તમામ ગામોની જમીન નું પુષ્કળ ધોવાણ થયું છે માટે આગોતરા આયોજન રૂપે આ ગામોની જમીન ધોવાણ અટકાવવા ભાદર કાંઠો બાંધી અને ઘેડ પંથકમાં આ ગામોને કાયમી ધોરણે સમાવી લેવા તે ભાદર કાંઠાને સિમેન્ટ કોંક્રીટ થી બાંધી લેવો.તથા ભાદર ડેમ ૧ અને ૨ તથા મોજ ડેમ વેણુ ડેમ અને ફોફર ડેમ નું પાણી ઉપલેટાથી એક સાથે સિંચાઇ ખાતા દ્વારા ભાદર નદીમાં છોડવામાં આવતું હોવાથી મોટી ખુવારી થઇ રહી છે તેથી આ નિયમોમાં ફેરફાર કરી વારા ફરતી પાણી છોડવા કોંગ્રેસ અગ્રણીઓએ માંગ કરી છે.
તદ ઉપરાંત કોંગ્રેસ અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે ભુખી ભાદર ડેમ 2 માં પાણી હોવાથી ઉપરોક્ત ગામોને કેનાલ લંબાવી પાણી પહોંચાડવામાં આવે તો ખેડૂતો શિયાળું, ઉનાળું પાક લઈ શકે.વર્ષ ૨૦૨૧ માં ભારે વરસાદને કારણે તથા ડેમના પાણીને કારણે આ ગામોની જમીન ધોવાણ ગઈ છે જેથી તેમનો સર્વે કરાવી ખેડૂતોને વહેલીતકે યોગ્ય વળતર આપવા તેમણે માંગણી કરી છે
તસવીર – અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *