માણાવદર વિધાનસભાની સંગઠનાત્મક બેઠક વંથલી મુકામે પ્રભારીશ્રીઓ નરેશ ભારદ્વાજ અને વૈશાલી શિંદે ની ઉપસ્થિતિ માં મળી હતી જેમાં વંથલી માણાવદર બાંટવા મેંદરડા ના હોદ્દેદારો કાર્યકરો ચૂંટણી લક્ષી માહિતીઓ આદાન પ્રદાન કરવામાં આવી હતી, આવનાર વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં લઈ સંગઠન, બુથ કાર્યકર્તા અને જન મિત્ર સહીત ની કામગીરી હાથ ધરવા દ્રઢ નિર્ધાર વ્યક્ત કરી કાર્યકરો ને કામે લાગી જવા હાકલ કરાય હતી આ લોક સંવાદ કાર્યક્રમ માં પ્રદેશ મહિલા સેલ ના મંત્રી શારદાબેન, પ્રદેશ માલધારી સેલ ના ઉપ પ્રમુખ રાણાભાઇ રબારી, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ, તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, માણાવદર પ્રમુખ જીગ્નેશ છૈયા, વિજય ઝાટકીયા, અરવિંદભાઈ લાડાણી, અરવિંદ બાપુ, એડવોકેટ કુંભાણી, જિલ્લા અનુ. જાતી ના પ્રમુખ મુકેશ ચૌહાણ, વર્ષાબેન લીંબડ, શિલ્પા ટાંક, રમેશ વાણવી સહીત વંથલી, માણાવદર, બાંટવા, મેંદરડા ના વરિષ્ઠ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

