Gujarat

માણાવદર વૃંદાવન રિસોર્ટ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા આભાર વિધિ સંમેલન યોજાયું

આજરોજ માણાવદર નજીક આવેલ વૃંદાવન રિસોર્ટ ખાતે ખાતે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા માણાવદર શહેર અને તાલુકાના તમામ કાર્યકરો હોદેદારો અને કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અરવિદભાઇ લાડાણી દ્વારા આ જીત મારી નહી પણ માણાવદર વિધાનસભા ના તમામ જાગૃત મતદારોની જીત હોવાનું જણાવી પ્રજા લક્ષી કર્યો કરવા કટિબદ્ધતા સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આભાર વિધિ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાડલીયા, માણાવ શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, તાલુકા ઓબીસી પ્રમુખ વિરમભાઈ ખોડભાયા, ડી.કે વૈષ્ણનાણી, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, રાણાભાઈ કોડીયાતર, મુકેશભાઈ ચૌહાણ, સહિત નગરપંચાયત,તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચો અને અનેક કાર્યકરો હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20221224_070816.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *