Gujarat

માણાવદરની જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલમાં ત્રિવિધ કાર્યક્રમમાં સી.આર. પાટીલની ભવ્ય રીતે પુસ્તક તુલા કરાઇ

(જીગ્નેશ પટેલ દ્વારા)
શ્રી જે.એમ. પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ માણાવદર દ્વારા સંસ્થાના 32માં વર્ષમાં મંગલ પ્રવેશ તથા સ્થાપના દિન નિમિતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલના અધ્યક્ષ સ્થાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન, વાલમિલન તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓના સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ શાનદાર રીતે ઉજવાયો હતો.આ ખાસ પ્રસંંગે પ.પૂ. મહંત મુકતાનંદ બાપુ, દ્વારા સમારંભનું ઉદઘાટન દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું જેમાં સ્ટેજ પર ઉપસ્થિત દરેક મહાનુભાવોઓએ ભાગ લીધો હતો. આ સમારોહમાં તમામ હોદેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ નિમિતે કોલેજના પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બીરદાવ્યા હતા.
સંસ્થાના આદ્યસ્થાપક જેઠાભાઇ પાનેરાએ સંસ્થાના 32માં મંગલ પ્રવેશ નિમિતે હરખની હેલી વરસાવતા મહેમાનું સ્વાગત કર્યુ હતું. સંસ્થામાથી આશરે 30000 જેટલા વિદ્યાર્થીઓ ભણી ચુકયા છે. અને નાની મોટી નોકરીનાઓ પણ કરે છે. અને આ સિલસિલો હજુએ આગળ વધી જ રહયો છે. રાજયમંત્રી દેવાભાઇ માલમએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આવી શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી જ્ઞાન મળી રહે તે જરૂરી છે.
અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ પ.પૂ. મકુતાનંદ બાપુએ જણાવ્યું કે શિક્ષણરૂપી વટવૃક્ષ માણાવદર પંથકમાં જે રીતે વિકાસ પામ્યું છે. આજથી 15 વર્ષ પહેલા હું આ સંસ્થામાં આવયો હતો. ત્યારે કહયું હતું કે, આ સંસ્થાનું જતન કરશો તો ભવિષ્યમાં એક વિશાળ વટવૃક્ષ સમાન સરસ્વતીનું ધામ બનશે. જે આજે મને સાર્થક થયેલું જણાય છે.જેનો શ્રેય પ્રમુખ જેઠાભાઇ પાનેરાને આભારી છે.
જેઠાભાઇ પાનેરા તથા સંસ્થાન યુવા મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેશભાઇ પાનેરાએ સીઆરપાટીલનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું. જેઠાભાઇ પાનેરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પંચપ્રકલ્પ અંતર્ગત 75માં વર્ષમાં મંગલપ્રવેશ નિમિતે દરેક શૈક્ષણિક સંસ્થા પોતાના સ્થાપનાદિન ઉજવણી કરે તે વાતને સ્વીકારીને સંકલ્પ કર્યો હતો. કે હું શૈક્ષણિક સંસ્થાનો સ્થાપના દિન ઉજવીશ જેઓ આ જે ખરા અર્થમાં સાર્થક બન્યો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે વરસાદને વિઘ્ન ન ગણતા ખુશીનો અવસર છે.
પશુઓ, ખેતી, સિંચાઇ અને પીવા લાયક પાણીની જરૂરીયાતોપુરી કરે છે. તેથી વરસાદ આપણું શુકન ગણાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપના દિન ઉજવણીના આહવાનને જેઠાભાઇ પાનેરાએ હુબહુ સ્વીકારીને આ કાર્યક્રમના આયોજન દ્વારા સાર્થક કર્યુ છે. દિકરા કરતા દીકરીઓ શિક્ષણમાં વધુ આગળ છે તેથી હવે દિકરાઓને પણ આ ક્ષેત્રે આગળ આવવાની જરૂર છે. તેઓ શિક્ષકનું શું મહત્વ હોય તે સમજાવતા ડો. અબ્દુલ કલામજીના જીવન વિશેનું દ્રષ્ટાંત આપતા કહયું હતું કે, વિદ્યાર્થીે પોતાના જીવનમાં નાસીપાસ ન થવું જોઇએ.
સીઆરપાટીલની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પુસ્તકો દ્વારા જ્ઞાનતુલા કરવામાં આવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમમાં પોરબંદર, ગીર સોમનાથ, માણાવદર, વંથલી, મેંદરડા તાલુકાના વિવિધ આગેવાનો, સંગઠનના હોદેદારો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલ, વિશાળ સંખ્યામાં વાલીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220708-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *