(જીગ્નેશ પટેલ દ્વારા)
માણાવદરના મહાદેવિયા રોડ ઉપર આવેલ શૈશવ સ્કૂલ માં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા નંદ મહોત્સવ અને મટકી ફોડ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ તકે શાળાના બાળકો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં કૃષ્ણ-રાધા અને બાળ સ્વરૂપના વેશ ધારણ કરેલ હતા અને જય રણછોડ, માખણ ચોરના નારા સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આમંત્રીત મહેમાનો દ્વારા સન્માનિત કરાયા હતા. આ તકે યુવા અગ્રણી અને પત્રકાર જયદીપ બરવાડીયા, પુષ્પાબેન ગોર, ઉદય લાખાણી, સંસ્થાના ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી, પ્રિન્સીપાલ જ્યોત્સનાબેન પટેલ, જીગ્નેશ પટેલ (પત્રકાર) સહિતના હાજર રહેલ હતા. આ તકે વિશાળ સંખ્યામાં વાલીઓએ હાજર રહી શાળાની અને સ્ટાફ પરિવારની કામગીરીને બિરદાવી હતી.
તસવીર -જયદીપ બરવાડીયા
અહેવાલ – જીગ્નેશ પટેલ માણાવદર


